શ્રી આદર્શ હાઈસ્કુલ
દીઓદર, જી.બનાસકાંઠા
Shri Aadarsh High School | Home Page

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જયાં વહે! આ પંકિતને સાર્થક કરતી આ ઉકિત ખરેખર યોગ્ય છે, કેમકે, અમારી શાળામાં સાંસ્કૃતિક અને ઈતર પ્રવૃતિઓ,પરીક્ષાનું આયોજન,ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસનું આયોજન ઉપરાંત છોડમાં રણછોડ છે.ની ભાવનાને સાર્થક કરતું વૃક્ષારોપણ અભિયાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાળા પરિવારની ભાવનાને જાગૃત કરી વેગ આપે એવા શાળાના પ્રમુખશ્રી સાહેબશ્રી હંમેશા આચાર્યશ્રી,શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.

શાળાએ પરંપરાગત અને નવિન પધ્ધતિઓ સાથે સર્વગ્રાહી મૂલ્યાંકન પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પ્રયુકિતઓનાં અભિગમનાં ઉપયોગની શરૂઆત કરી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો કરી રહ્યા છે. અમારી શાળાના શિક્ષકો આ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે.

શાળામાં ફકત પુસ્તકિયું જ્ઞાન જ નહિં પરંતુ વિદ્યાર્થીઓનો સંર્વાગી વિકાસ થાય તેવા નૈતિક જીવન મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સંર્વાગી વિકાસ થાય તે માટે શાળાનો સ્ટાફગણ તનતોડ પ્રયાસ કરી રહયો છે. તે દિશામાં શાળા કામ કરી રહી છે.

શ્રી ભગવાનભાઈ પી. ચૌધરી,
ઈન-આચાર્યશ્રી,
શ્રી આદર્શ હાઈસ્કુલ,દીઓદર,જી.બનાસકાંઠા.

ધ્યેય કથન

બાળકોની સુષુપ્ત શકિતઓને કેળવવી અને જીવનની સાચી દિશા દેખાડે તેવું સંર્વાગી શિક્ષણ આપવું.

દ્રષ્ટિ કથન

  1. પોતાનું અને બીજા લોકોનું સન્માન કરવું.
  2. સમાજમાં થતાં સુધારાને અપનાવી તેમાં ભાગીદાર બનવું.
  3. દરેક પરિસ્થિતિનો હલ શોધવા માટે મુશ્કેલી નિવારણ પધ્ધતિ અપનાવવી.
  4. દરેક પધ્ધતિ ક્રમબધ્ધ ગોઠવવી અને ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરવું.